શિક્ષકો આપણી શિક્ષણ પ્રણાલીની કરોડરજ્જુ છે અને તેમની અસર વર્ગખંડની બહાર પણ છે.જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને પ્રેરણાથી નિર્ણાયક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાને પ્રોત્સાહન આપીને ભાવિ પેઢીના વિદ્યાર્થીઓના જીવનમાં કાયમી ફેરફાર કરવાનો સતત પ્રયાસ એક શિક્ષક કરે છે.જેના થકી જીવના સારા નરસા સમયમાં તેમની શિખ હંમેશા આપણને યાદ રહે છે.

અરવલ્લી જિલ્લાના મનોજભાઈ ઉપાધ્યાય નિવૃત શિક્ષક છે.જેઓ નિવૃતિ પછી પણ ફક્ત વિદ્યાર્થીઓ અને અન્ય જરૂરિયાતમંદ બાળકો માટે સતત શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કરે છે.જેઓ ગણિત વિષય જેવા અઘરા વિષયને પણ ખૂબજ સરળતાથી પોતાની આગવી શૈલીથી વિદ્યાર્થીઓને ભણાવે છે.મનોજભાઈ સરકારશ્રીની વિવિધ તાલીમ કાર્યક્રમમાં પણ ગણિત વિષય સરતાથી કેવી રીતે શીખવવું તે સમજાવે છે.મોડાસામા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે તેમને મફત શિક્ષણ આપે છે.તેઓએ ગણિતને સરળતાથી સમજાવવા બે બુક જાતે લખી છે અને નિઃશુલ્ક બાળકોને આપે છે. આવા ઉમદા કાર્ય કરીને નિવૃત શિક્ષક આજે દરેક શિક્ષક માટે પ્રેરણારૂપ છે. વિદ્યાર્થીઓના મનને આકાર આપવા અને હૃદયને સ્પર્શી જવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે આભાર માનીએ