માણસા બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. માણસા,ગાંધીનગર અને કલોલ તાલુકાના વિવિધ દિવ્યાંગતા ધરાવતાં બાળકો સાધન મેળવવા માટે વાલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. એલીમ્કો ઉજ્જૈન આયોજિત દિવ્યાંગ બાળકોના સાધન સહાય વિતરણ માટે ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. આ ઉપરાંત જિલ્લાના આઈ.ઈ.ડી.કો.ઓર્ડીનેટર પ્રતિમાબેન તથા ત્રણે તાલુકાના સ્પેશિયલ ટિચર અને સ્પેશિયલ એજ્યુકેટર હાજર રહ્યા હતા.

આ દિવસે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. પિયુષભાઈ પટેલ અને ગાંધીનગર જિલ્લાના સમગ્ર શિક્ષાના બેન જિજ્ઞાબેન પણ હાજર રહ્યા હતા અને વાલી તથા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. સાધન સહાય વિતરણ કેમ્પમાં હાજર રહેલ તમામનું તથા સહભાગી થનાર તમામનો માણસા બી.આર.સી.કો. ઓર્ડીનેટર મનિષકુમાર પંડ્યાએ આભાર માન્યો હતો.