મોડાસાની શ્રી બી.એમ. શાહ કૉલેજ ઓફ ફાર્માસીના સ્નાતક અને હાલમાં મોડાસા તાલુકામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા ખાન સલાહુદ્દીન નામના મુસ્લિમ યુવાને એક નવીન સંશોધન દ્વારા મોડાસાનું નામ રોશન કર્યું છે. તેમણે સાયકોટિક અને બાયપોલર ડિસઓર્ડર જેવી ગંભીર માનસિક બીમારીઓની સારવાર માટે એક નવી દવા તૈયાર કરવાની નવીન પદ્ધતિ વિકસાવી છે. આ સંશોધનને એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે મોડાસા અને મુસ્લિમ સમાજ માટે ગૌરવની વાત છે.ખાન સલાહુદ્દીનના આ સંશોધનથી હજારો દર્દીઓને રાહત મળી શકે છે અને આ ક્ષેત્રમાં નવા દ્વાર ખુલી શકે છે. તેમનું આ સિદ્ધિ મોડાસાના યુવાનો માટે પ્રેરણાદાયી છે અને તેમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
