મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે.

પાનમ ડેમ માંથી 2 લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે લુણાવાડાના રહીશોમાં પણ ખુશી જોવા મળી રહી છે.બીજી તરફ પાનમ નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના 22 ગામના લોકોને નિચાણવાળા વિસ્તારમાં ન જવા સૂચિત કરાયા છે.