મોડાસા. નગરની પેલેટ ચોકડી પાસેની ગેરેજ આપ્યો હત્યાને અંજામ મોડાસા શહેરની પેલેટ ચોકડી પાસેની પ્રિયા મોટર્સ નામની ગેરેજમાં , મૈત્રી કરારથી સબંધ ધરાવતી માહિલાની તેના જ મિત્રએ ગત સાંજના હથોડી ના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે , 6 મહીનાથી મિત્ર સાથે મન દુ : ખ થવાના કારણે મહિલા દૂર રહેતી હતી.મહિલાને ગત સાંજના ગેરેજમાં બોલાવી હતી , બન્ને વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઇ આરોપીએ હથોડીના ઘા ઝીંકી હત્યાને અંજામ આપી આરોપી મિત્ર ફરાર થઇ ગયો હતો.રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
