માલપુર ખાતે યોજાયેલ સ્વાતંત્ર પર્વ ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મારું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ છે
અરવલ્લી જિલ્લાનો ૭૮ મો સ્વાતંત્ર પર્વ માલપુરના શ્રી પી. જી મહેતા હાઇસ્કુલ ખાતે યોજાયો હતો જેમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર કે કામગીરી કરનાર વ્યક્તિ વિશેષનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ. જે અંતર્ગત માલપુરના રહેવાસી અને ૭૫ ટકા શારીરિક દિવ્યાંગ જીગ્નેશભાઈ ભટ્ટનું જિલ્લા કલેકટરશ્રી પ્રસસ્તી પારીક ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા એસપી શેફાલી બરવાલ જિલ્લા વિકાસ અધિકારી, આર.એ.સી સહિત જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અને પીસી બરંડા સહિત જિલ્લા અગ્રણીઓ હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જીગ્નેશ ભાઈ છેલ્લા ૨૫ વર્ષથી દિવ્યાંગ કલ્યાણ સહિત વિવિધ સમાજ સેવાથી જોડાયેલ છે અને અનેક પુરસ્કાર મેળવી ચૂકેલ છે. શ્રી જીજ્ઞેશભાઇને આ સન્માન મેળવવા બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી કપિલભાઈ પટેલ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.
