દહેગામ શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન Narendra Modiના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે. આ ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવીને, પર્યાવરણ સંરક્ષણનું આપણું કર્તવ્ય નિભાવીએ..અને સૌને મહત્તમ વૃક્ષો વાવવાનું આહવાન કરીયે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

આ કાર્યક્રમનું આયોજન દહેગામ રોટરી કલબના પ્રમુખ તેમજ દહેગામ શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ દહેગામ નગર પાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઇ હાજર રહ્યા હતા તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષ વાવવા અપીલ કરી.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
ભિલોડા એસ.ટી.બસ. ડેપોના વય નિવૃત્ત ત્રણ ડ્રાઈવરનો સન્માન સમારોહ યોજાયો
ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે ૪ અને ૫ જુલાઈના રોજ ભરતીમેળાનું આયોજન