કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન સાણોદા પ્રાથમિક શાળામાં LBD(Learning by Doing)લેબનું ઉદ્ઘાટન દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સુ.શ્રી ઉમાબેન રામાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટનમાં સાણોદા ગામના સરપંચ શ્રી જશવંતસિંહ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નાગરજી, હાલીસા સી.આર.સી. શ્રી ભરતભાઈ, તાલુકા સદસ્ય શ્રી રમણભાઈ, સાણોદા કેળવણી મંડળના પ્રમુખશ્રી પરેશભાઈ, હાઇસ્કૂલના આચાર્યશ્રી અમિતભાઈ, શાળાના આચાર્યશ્રી પુંજાભાઈ,સમગ્ર સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થતિમાં કરવામાં આવ્યો.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

આ લેબમાં વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા અધરા વિષયો વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગોના માધ્યમથી કરશે. વિદ્યાર્થીઓ વિવિધ મોડેલ પણ બનાવશે. શાળાના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર શર્મા ના જણાવ્યા અનુસાર, LBD લેબ સમગ્ર શિક્ષા- ગાંધીનગરના સહયોગથી પ્રાપ્ત કરવામાં આવી છે. આ લેબમાં વિદ્યાર્થીઓ ધોરણ -૬ થી ૮ ગણિત અને વિજ્ઞાન વિષય અહી બેસીને અભ્યાસ કરશે અને વિવિધ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરશે.અહી વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગોનો સામાન લેબમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
By The Press Solution
આનંદપુરા (વેડા) ખાતે સ્વીટ ફાઉન્ડેશન દ્વારા સ્કૂલબેગ અને ચોપડાનું વિતરણ કરાયું