સ્વીટ ફાઉન્ડેશન દ્વારા એક ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. માણસા તાલુકાના આનંદપુરા (વેડા) પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોને સ્કૂલબેગ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બાળકોને પૌષ્ટિક આહાર પણ અપાયો હતો. જે કાર્યક્રમમાં શાળાના આચાર્ય જીગ્નેશકુમાર રાવલ, મેહુલભાઈ રાવલ તથા શાળા પરિવાર હાજર રહ્યો હતો.

સ્વીટ ફાઉન્ડેશન તરફથી રસિકભાઈ ચૌધરી, જીગરભાઈ ચૌધરી, કેનિલકુમાર ચૌધરી, હર્ષ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ વિહોલ, શક્તિસિંહ વિહોલ, એરિક ચૌધરી, વિક્રમભાઈ ચૌધરી તથા જય ચૌધરી ઊપસ્થિત રહ્યા હતા.