ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતે સીઆરપીએફ ગાંધીનગરને ફાળવવામાં આવેલ જમીનમાં ફાયરિંગ રેન્જ આવેલી છે.આ ફાયરિંગ રેન્જમાં આગામી તા.૨૪ જૂનથી ૨૫ જૂન, ૨૦૨૪ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની ફાયરિંગ પ્રેક્ટીસ હોઈ સલામતી અને સુરક્ષાના કારણોસર ગાંધીનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિગંટ બ્રહ્મભટ્ટે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
જે જાહેરનામા મુજબ, આ ફાયરિંગ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટકલ દરમિયાનનાં દિવસોમાં સવારના ૦૬ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી ફરમાવી છે.ઉપરાંત ફાયરિંગ રેન્જની જવાબદારી સંભાળતી ઓથોરિટીએ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવા પણ આ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યુ છે.
By The Press Solution
પર્પલ વુમન્સ ક્લબ, ગાંધીનગર દ્વારા ઈન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરાઈ
દહેગામ: ગલૂદણ પટેલ સમાજની વાડી ખાતે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
માણસા કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈઃ ધારાસભ્ય હાજર રહ્યા