તારીખ 21 મી જૂન 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ઓધારી યોગ ક્લાસના શિક્ષકો શ્રી ડો. હરિલાલ પટેલ અને નવીન રામાણી તથા વિદ્યાર્થીની ખનકે જિલ્લા કોર્ટ સંકુલમાં યોગ દિન નો ક્લાસ લીધો હતો ,જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી અંજારિયા મેડમે પણ ભાગ લીધો હતો. અન્ય મેજિસ્ટ્રેટ સહિત બાર એસોસિએશનના વકીલો એ પણ યોગ આસનો અને પ્રાણાયામ કર્યા હતા.મોડાસા હાઈસ્કૂલમાં શ્રી વસંતભાઈ અને મોડાસા કોલેજ કમ્પાઉન્ડમાં શ્રી રોહિતભાઈ તથા સુધાબેન શર્મા એ કલાસનું સંચાલન કર્યું હતું. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ડોક્ટર દિપ્તીબેન ઉપાધ્યાય યે ઉજવણી કરી હતી. મોડાસા સેન્ટ્રલ જેલ ખાતે શ્રી મણીભાઈ પ્રણામી એ વર્ગ લીધો હતો. ઓધારી ગાર્ડન ખાતે પીનલબેન સોનીએ સૌ યોગના ભાઈ બહેનો સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. તેમાં સિંધી બહેનોની વિશેષ ઉપસ્થિતિ હતી. સરસ્વતી હાઇસ્કુલ ખાતે શ્રી રાજુભાઈએ દમસંચાલન કર્યું હતું. આ વર્ષના યોગ દિવસ ની ઉજવણીમાં ઓધારી યોગ ક્લાસના શિક્ષકો છવાઈ ગયા હતા.
