Sunday, June 8, 2025
spot_img
HomeGujaratબાલવા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કૂલર વિતરણ કાર્યક્રમ યોજાયો

બાલવા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કૂલર વિતરણ કાર્યક્રમ યોજાયો

માણસા તાલુકાના બાલવા સાર્વજનિક દવાખાના ખાતે સવારે 11 વાગ્યે કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓના સહયોગથી કુલ 10 નંગ એર કૂલર તથા 200 લીમડાના ઝાડના છોડ તથા 50 નંગ કેસુડાના છોડનું વિતરણ કરાયું હતું. બાલવા ગામની આંગણવાડીઓમાં 7, પેટા આરોગ્ય કેન્દ્રમાં 1, પ્રતાપપુરા આંગણવાડી કેન્દ્રમાં 1, રામપુરા (આમજા) પ્રાથમિક શાળામાં 1 એરકુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના દાતાઓ દ્વારા આપવામાં આવેલ સહયોગથી એરકુલર આંગણવાડી અને શાળાઓમાં અપાયા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી સંજયભાઈ મોદી, તાલુકા વિકાસ અધિકારી જે એસ પટેલ, સોજા જીલ્લા પંચાયત સીટના સદસ્ય અજીતસિંહ રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી પ્રવિણભાઈ પાટીલ, બાળક વિકાસ યોજના અધિકારી કિંમજલબેન દવે સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

By The Press Solution

માધવગઢ ગામમાં કચરા કલેકશન માટે ઈ-રિક્ષાની ફાળવણી કરાતા લોકોએ સ્વાગત કર્યું

ધોળાકુવા અને રિદ્રોલ ગામમાં ધારાસભ્ય પટેલના હસ્તે સહાય ચેક અર્પણ કરાયા

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x