Monday, June 9, 2025
spot_img
HomeGujaratગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ માટે 6 નામો ચર્ચામાં, નવા OBC ચહેરાની...

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ માટે 6 નામો ચર્ચામાં, નવા OBC ચહેરાની શક્યતા

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો મોદી સરકાર 3.0માં સમાવેશ કરાતા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે આ વખતે દેશમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાવાના છે, જેના કારણે જલમૂળથી ગુજરાત ભાજપમાં ફેરફારની શક્યતાઓ જોવાઈ રહી છે. રાજ્ય સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતા છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપે સારૂ પ્રદર્શન કર્યું છે પણ એક સીટ કોંગ્રેસનાં ફાળે ગઈ છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી કોઈ અનુભવી નેતાને સોંપશે. અહી લોકમુખે કેટલાક નામોની ચર્ચા જોવા મળી છે, જેની આપણે ચર્ચા કરીશું.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજાના નામનીચર્ચા થઈ રહી છે. ભાજપની પહેલાથી સ્ટ્રેટેજી રહી છે કે, લોકો વિચારે તેનાથી કઈક અલગ સામે લઈ આવવાનું. રાજ્યના મુખ્યમંત્રી હોય કે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ. પાર્ટી ચર્ચામાં ન હોય એવા જ નવા નામ સામે લાવે છે. હવે જોવાનું રહ્યું ભાજપ ઉપરના 6 નામોમાંથી કોઈ એક પર પસંદગી ઉતારે છે કે, કોઈ નવું જ નામ કે નવો ચહેરો સામે લઈને આવે છે.

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x