Sunday, June 8, 2025
spot_img
HomeGujaratમાણસા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી

માણસા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી

નિર્મળ ગુજરાત 2.0 હેઠળ 15 જૂન સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સફાઈ કામગીરી અભિયાન હાથ ધરાયું છે. માણસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ મલાવ, માલણ તળાવ અને મહાકાલી વોટર વર્ક્સ સમ્પની વરસાદી નાળાની સફાઈ કરવામાં આવી. જે નગરપાલિકાના મુખ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ અને સેનેટરી ઈસ્પેક્ટર હિતેન્દ્રસિંહ ચારણની દેખરેખમાં કામગીરી કરવામાં આવી હતી. સફાઈ અભિયાન દરમિયાન પાલિકાના કર્મચારીઓ દ્વારા નાગરિકોને જાહેરમાં કચરો અને ગંદકી ન કરવા માટે સમજ આપવામાં આવી હતી. આ કામગીરીમાં જનપ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x