Sunday, June 8, 2025
spot_img
HomeGujaratભિલોડામાં યોગ સમર કેમ્પ યોજાયો

ભિલોડામાં યોગ સમર કેમ્પ યોજાયો

યોગેશ શાહ મોડાસા: ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. 16.05.2025 થી 30.05.2025 સુધી યોગ સમર કેમ્પ યોજાયો હતો.ભિલોડામાં શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળાના મેદાનમાં કેન્દ્ર નંબર. 40 યોગ સમર કેમ્પનું આયોજન કર્યું હતું.7 થી 15 વર્ષના 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કેમ્પનું સંચાલન યોગ કોચ – હિતેન્દ્રભાઈ પંચાલ, સંચાલક પંકજભાઈ શર્મા, બદાજી નિનામા એ કર્યું હતું.સમર કેમ્પના છેલ્લા દિવસે આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓના માતા-પિતા હાજર રહ્યા હતા.મહેમાનોના સ્વાગત બાદ માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમમાં શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા, ભિલોડા, સંચાલક મંડળ – પ્રમુખ ડો. કિશોરભાઈ ડી.પટેલ, ભિલોડા જન સેવા સંઘ, ઉપ પ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી, આચાર્ય દિનેશભાઈ ડાભી, ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા, કારોબારી સભ્ય – મુકેશભાઈ પંચાલ, મુકેશભાઈ મહેતા, પ્રો. મયંકભાઈ મડિયા, મિતેશભાઈ ભાવસાર હાજર રહ્યા હતા.યોગ-સાધકોએ યોગાસનો, મંત્રોચ્ચાર સહિત અનુભવો દર્શાવ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x