અરવલ્લી જિલ્લાના ભિલોડાના અસલાલ જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 96/ 97 માં બાપાશ્રી ડેરી પ્રોડક્ટ અસલ સાબર ઇન્ડસ્ટ્રી માંથી શંકાસ્પદધીન જિલ્લા ડેઝિગ્રેટેડ ઓફિસર બીએમ ગણાવાના માર્ગદર્શન હેઠળ ફૂડ ઓફિસર એસ.કે પ્રજાપતિ તથા જે ડી ઠાકોર તેમજ અરવલ્લી જિલ્લા

એસ ઓ જી ઇન્સ્પેક્ટર ડી કે વાઘેલા તથા એફએસએલ ઓફિસર ઉમેશાની સંયુક્ત રેડમાં શંકાસ્પદ ધીનો કુલ જથ્થો 4426 kg જેની બજાર કિંમત અંદાજે 24 લાખની આસપાસ થવા જાય છે કુલ ધીના છ નમુના બટરનો એક નમૂનો મળીને સાત નમૂના લેવાયા છે બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે આ નમૂના તપાસ અર્થે ગુજરાત રાજ્ય ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે જેનું પરિણામ આવેથી માલિક દિલીપકુમાર છનાલાલ મેવાડા 20 370/ બાપુનગર અમદાવાદ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
અહેવાલ: યોગેશ શાહ મોડાસા