Monday, June 9, 2025
spot_img
HomeGujaratમોડાસાની મહિલા રીક્ષામાં સોના-ચાંદીના દાગીના ભરેલ બેગ ભુલી જતા નેત્રમ ટીમે પરત...

મોડાસાની મહિલા રીક્ષામાં સોના-ચાંદીના દાગીના ભરેલ બેગ ભુલી જતા નેત્રમ ટીમે પરત અપાવી

લાખ્ખો રૂપિયા ભરેલ બેગ મહિલા રિક્ષામાં ભૂલી જતા રિક્ષા ચાલકે રિક્ષમાંથી મળેલ બેગ સહી સલામત સાચવી રાખી ઈમાનદારી પૂરી પાડી હતી. અરવલ્લી જીલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા નેત્રમ સીસીટીવી કેમેરાના ઉપયોગથી ચોરી, લુંટ, ચીલ ઝડપ, હીટ એન્ડ રન-અકસ્માત, અપહરણ-ગુમ સહિતના અનેક ગુન્હા ઉકેલવામાં કડીરૂપ સાબિત થયા છે.

મોડાસા શહેરની પારસ સોસાયટીમાં રહેતા એક મહિલા તેના સબંધી સાથે રિક્ષામાં બેસી બસ સ્ટેન્ડ ગયા હતા રિક્ષામાં 2.5 તોલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત 1.64 લાખ મત્તા સાથેની બેગ ભૂલી જતા મહિલા સહિત તેમના પરિવારને બેગ રિક્ષામાં રહી ગઈ હોવાની જાણ થતાં હોંફાળા-ફોંફાળા બની રીક્ષાની શોધખોળ કરી હતી રિક્ષાનો કોઈ અત્તો-પત્તો ન લાગતા નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ ટીમે બસ સ્ટેન્ડ વિસ્તારના કેમેરાનું એનાલિસિસ કરી રિક્ષાને શોધી કાઢી લાખ્ખો રૂપિયા ભરેલ બેગ પરત અપાવી હતી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x