Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગાંધીનગર: SKPL ફાઉન્ડેશન દ્વારા માતૃદિવસે રક્તદાન શિબિર યોજવામાં આવી

ગાંધીનગર: SKPL ફાઉન્ડેશન દ્વારા માતૃદિવસે રક્તદાન શિબિર યોજવામાં આવી

ગાંધીનગર: “વીર બનો, રક્ત આપો, દેશની સેવા કરો” ના ઉમદા સંદેશ સાથે આજે, માતૃદિન નિમિત્તે, ગાંધીનગરના ન્યુ MLA ક્વાટર્સ ખાતે SKPL ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કુમનભાઈ વરસાણીએ માતૃદિવસે ભારત માતાની રક્ષા કરતા જવાનો માટે 56મી વખત રક્તદાન કરી માનવતા અને દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શિબિરનો લક્ષ્યાંક 100થી વધુ રક્ત બોટલ એકત્રિત કરવાનો છે. આયોજકોએ જણાવ્યું કે દેશના સૈનિકો માટે રક્તની દરેક બુંદ અમૂલ્ય છે. માણસાના ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આ મહાદાનને બિરદાવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x