Sunday, June 8, 2025
spot_img
HomeGujaratજંબુસર-કાવા રોડ પર બાઈક અને ડુક્કર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ

જંબુસર-કાવા રોડ પર બાઈક અને ડુક્કર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ

જંબુસર-કાવા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર જંગલી ડુક્કર સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતમાં ખાનપુર ગામના મેહુલ નટવરને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મેહુલને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મેહુલને બરોડા રિફર કર્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર: ડી એન વાઘેલા, જંબુસર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x