Sunday, June 8, 2025
spot_img
HomeGujaratરાજ્યના વધુ 261 ASIને PSI તરીકે બઢતી અપાઈ

રાજ્યના વધુ 261 ASIને PSI તરીકે બઢતી અપાઈ

ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બઢતીથી પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી. જેમાં ૩૪૧ પી.એસ.આઈને પી.આઈ, ૩૯૭ એ.એસ.આઈને પી.એસ.આઈ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં પણ પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે.

આજે, ૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ વધુ ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે. સમયસર બઢતી મળવાથી પોલીસ કર્મચારીઓના મનોબળમાં વધારો થાય છે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરે છે. આ બઢતીઓથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ સુધારો થશે. આમ, ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x