Sunday, June 8, 2025
spot_img
HomeGujaratટચ ફિંગર સર્વિસીસના સીઈઓ ડૉ. રૂપસિંહ તેતરવાલને માનદ્ ડોક્ટરેટ એનાયત

ટચ ફિંગર સર્વિસીસના સીઈઓ ડૉ. રૂપસિંહ તેતરવાલને માનદ્ ડોક્ટરેટ એનાયત

ગાંધીનગરના નેશનલ હાઈવે 8 પર આવેલી હોટલ બ્લુ રોકમાં ટચ ફિંગર સર્વિસીસ કંપનીની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન, કંપનીના સીઈઓ અને અખંડ ભારત દૈનિક ન્યૂઝના તંત્રી રૂપસિંહ તેતરવાલને “વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનો સ્ટડીઝ” દ્વારા માનદ્ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર ડૉ. અમિત રાવલ અને કંપનીના વિભાગીય વડાઓ સહિત અનેક મહત્વપૂર્ણ વ્યક્તિઓની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો. રૂપસિંહ તેતરવાલને તેમનાં નોંધપાત્ર કાર્યો અને સમાજ માટેના યોગદાન બદલ આ માનદ્ ડોક્ટરેટ એનાયત કરવામાં આવ્યું હતું.

ટચ ફિંગર સર્વિસીસના તમામ કર્મચારીઓએ ડૉ. રૂપસિંહ તેતરવાલને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સફળતા માટે શુભકામનાઓ આપી હતી. ડૉ. રૂપસિંહ તેતરવાલે કંપની દ્વારા સમાજલક્ષી કાર્યોને વધુ વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે, અખંડ ભારત દૈનિક પરિવારે પણ ડૉ. રૂપસિંહ તેતરવાલને શુભકામનાઓ આપી હતી. ટચ ફિંગર સર્વિસીસ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. VHS NEWS GUJARAT પરિવારે પણ ડૉ. રૂપસિંહ તેતરવાલને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x