Sunday, June 8, 2025
spot_img
HomeGujaratઅમદાવાદના ત્રણ પોલીસ કર્મીઓનું અકસ્માતમાં મોત, એક ઘાયલ

અમદાવાદના ત્રણ પોલીસ કર્મીઓનું અકસ્માતમાં મોત, એક ઘાયલ

હરિયાણાના ભારત માલા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે PSI સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓ પોસ્કોના એક ગુનાની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા ત્યારે તેમની પોલીસ જીપ હાઈવે પર ઊભેલા એક ટ્રેલર સાથે અથડાઈ હતી. જીપમાં PSI સોલંકી સહિત ચાર પોલીસ કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિ સવાર હતા. મૃતક પોલીસકર્મીઓ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ગંભીર રીતે ઘાયલ PSI સોલંકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાથી અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x