અમદાવાદ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વટવા-રોપડા વિસ્તારમાં ક્રેન તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. બે કર્મચારીઓ ઘાયલ થયા છે, પરંતુ કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. ક્રેન તૂટવાથી રેલવે ટ્રેક અને ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું, જેના કારણે મુંબઈ-અમદાવાદ રૂટ પરની ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી. વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 ટ્રેનો ખોરવાઈ ગઈ હતી, અને ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં અપલાઈન ચાલુ છે, પરંતુ ડાઉન લાઈન પરની ટ્રેનો બંધ છે.
