ગુજરાતમાં માર્ચ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, સુરેન્દ્રનગર 41 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં 39.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, તેથી લોકોને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. દ્વારકામાં 29.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
