સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સાથેના પ્રેમ સંબંધમાં ચડાસણા ગામના એક યુવકને માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 16 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.