Sunday, June 8, 2025
spot_img
HomeNewsભિલોડા -:- ટોરડા હાઈસ્કુલનું ગૌરવ વધાર્યું

ભિલોડા -:- ટોરડા હાઈસ્કુલનું ગૌરવ વધાર્યું

ગુજરાત રાજય સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્રારા STEM QUIZ 3.0 નું રાજય કક્ષાનું આયોજન તારીખ. 01/02/2025 ને શનિવારે સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાયું હતું.ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સાથે સંસ્કાર અને ભણતર સાથે ઘડતરનું કાર્ય કરતી શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડા નો ધો. 9 નો વિદ્યાર્થી શર્મા કાર્તિકે – તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ બેસ્ટ પર્ફોર્મસ બદલ વિભાગ દ્રારા ટેલીસ્કોપ આપી પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર હાઈસ્કુલ પરિવાર સહિત ટોરડા ગામનું ગૌરવ વધારેલ છે.ભિલોડા તાલુકા કો. ઓડીનેટર અને તૈયાર કરનાર ઉત્સાહી શિક્ષક રવિ જે. શર્મા, વિદ્યાર્થીને ટોરડા હાઈસ્કુલ – આચાર્ય પિનાકીન એન. પટેલ, સંચાલક મંડળના ટ્રસ્ટ્રીઓએ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x