મોડાસા તાલુકાના સાકરીયા ગામ પાસે આવેલ ખ્યાતનામ અક્ષર નર્સિંગ કોલેજમાં રમતોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો જે કોલેજના ગ્રાઉન્ડમાં વિવિધ રમતોનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં વોલીબોલ. ખોખો કબડ્ડી લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં અક્ષર નર્સિંગ કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ ડો હસમુખભાઈ કે પટેલ તેમજ સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ એન પટેલ અક્ષર નર્સિંગ કોલેજના આચાર્યશ્રી હાર્દિક પંડ્યાઉપસ્થિતરહીવિદ્યાર્થીનીઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી બિરદાવ્યા હતા
કોલેજના સહ આચાર્ય ડોના જોસેફ જણાવેલ કે રમત ગમત એટલે હારજીત છે જિંદગીમાં પણ એવું બને છે તેથી કદી એ નિરાશ થવું નહીં સતત જોડાયા રહી આગળ વધી સફળતા મેળવવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પાધ્યાપક મિત્રોએ કરેલ હતું જેમાં કીર્તન ભાઈ સતિષભાઈ અને આકાશ સોનીએ સારી એવી જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો.
