Monday, June 9, 2025
spot_img
HomeGujaratગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામા 3.4 સે પારો નોંધાયો

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામા 3.4 સે પારો નોંધાયો

પૂર્વ અને પૂર્વોત્તર દિશાના હીમ પવનો ગુજરાત ઉપર ફરી વળતા આજે રાજ્યભરમાં તાપમાનમાં મોટો ઘટાડો થવા સાથે વહેલી સવારે ધુ્રજાવી દેતી ટાઢનો અનુભવ લોકોએ કર્યો હતો. નલિયામાં પારો ૩.૪ સે.એ પહોંચી ગયો હતો તો તેના પછી ગુજરાતમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં ૭.૩ સે. નોંધાયું છે. જ્યારે કંડલામાં ૮.૧, જુનાગઢમાં એક રાતમાં ૬ સે.પારો ગગડીને ૮.૪ સે. તેમજ કેશોદ, ગાંધીનગર અને ભૂજમાં ૯ સે. ડીસામાં ૮.૮ સાથે ૮ સ્થળોએ તાપમાન સીંગલ ડીજીટમાં નોંધાવા સાથે કડકડતી ટાઢનો અનુભવ લોકોએ કર્યો હતો.જો કે બપોર થતા જ પારો સડસડાટ ઉપર ચડીને સરેરાશ ૨૭ સે.એ પહોંચ્યો હતો.
તા.૧૦થી ૧૨ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પશ્ચિમોત્તર ભારતમાં મૌસમ પલટાશે અને આ સીસ્ટમ પૂર્વીય પવનો સાથે ભળતા તેની અસરથી હિમાલય ક્ષેત્ર ઉપરાંત પંજાબ, હરિયાણા, અને ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાં વરસાદની અને બરફવર્ષાની આગાહી છે. બીજી તરફ, પ્રાદેશિક મૌસમ વિભાગે આવતીકાલથી ગુજરાતના તાપમાનમાં ૨થી ૩ સે.ના વધારાની એટલે કે ઠંડીમાં ઘટાડાની આગાહી કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x