Monday, June 9, 2025
spot_img
HomeNewsલાંચ કેસમાં બાયડ ના ઓઢા પંચાયતના તત્કાલીન તલાટીને બે વર્ષની સજા કરાઈ...

લાંચ કેસમાં બાયડ ના ઓઢા પંચાયતના તત્કાલીન તલાટીને બે વર્ષની સજા કરાઈ…

બાયડ તાલુકાની ઓઢા ગ્રામ પંચાયતના તલાટીએ 12 વર્ષ અગાઉ એક અરજદાર પાસેથી ₹1,500/રૂપિયા લાંચ લીધી હતી. આ કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતા. કોર્ટે લાંચ લેનાર તલાટીને બે વર્ષની સજા ફટકારી હતી સાથે જ 1500/ રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. કોર્ટના આ ચુકાદાના પગલે લાંચ લેનારાઓમાં ફફડાટ ફેલાયો છે
વર્ષ 2013માં બાયડ તાલુકાની ઓઢા ગ્રામ પંચાયતના તલાટી ફારુક હુસેન ડોસૂમીયા મિરઝા સામે એસીબી ટેપ થઈ હતી પાક નિષ્ફળ જવાના કેસમાં અરજદાર પાસે ફોર્મ ભરી આપવા પંદરસો રૂપિયા તલાટીએ માંગણી કરી હતી અને તે નાણા સ્વીકારતા તલાટીની એસીબી સાબરકાંઠા એ રંગે હાથ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી દરમિયાન આ લાંચ કેસ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ જે એસ દેસાઈની ધારદાર દલીલોના અનુસંધાને એડિશનલ સેશન્સ જજ શ્રી એચ એન વકીલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ તત્કાલીન તલાટી ફારુક હુસેન મિરઝા( રહે કસ્બા વિસ્તાર બાયડ) ને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી જ્યારે અલગ અલગ કલમો હેઠળ 15 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x