Sunday, June 8, 2025
spot_img
HomeGujaratખાડા નગરી ઈડરમા કમોસમી વરસાદમા જ રેલવે સ્ટેશન વિસ્તારમા રોડ ઉપર પાણી...

ખાડા નગરી ઈડરમા કમોસમી વરસાદમા જ રેલવે સ્ટેશન વિસ્તારમા રોડ ઉપર પાણી ભરાતા હાલાકી

 

 

રાજેશ ચાવડા ઈડર
ઈડર શહેરમા ઠેરઠેર નગરપાલિકા તંત્રના વિકાસકાર્યોને લીધે બારેમાસ ખોદકામને લઈ દરેક વિસ્તારમા ખાડા તથા ઉબડખાબડ રોડ સાથે પાણીના ખાબોચિયા જોવા મળે છે જેમા ઇડર તાલુકામા ગુરુવારની રાત્રિએ પડેલા કમોસમી વરસાદ લઈને કેટલાક વિસ્તારોમા રોડ-રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી જેમા ઇડર રેલ્વેસ્ટેશન વિસ્તારમા હાઇવે રોડ પર આરસીસી કામ ચાલુ હોઇ એક બાજુનો ટ્રાફિક ચાલુ કરાયો છે ત્યારે માવઠાને લઈ રોડ પર પાણી ભરાયા હતા જેને લઇ રોડ પર પડેલા ભરાયેલા પાણીમા રોડ પરના ખાડાના દેખાતા દિવસ દરમ્યાન અનેક વાહનચાલકોના વાહનો ખાડામા પટકાયા હતા અહીં ચાલુ કામને લઇ સામાન્ય દિવસોમા પણ વાહનચાલકો અને રાહદારીઓની પરેશાનીનો પાર નથી ત્યારે ટ્રાફિકમા આ વિસ્તારમા સબંધિત તંત્ર વાહનચાલકોને આ પ્રકારની અસુવિધા સામે સતર્કતા દાખવીને લોકોની હાડમારી દૂર કરવા નગરપાલિકા તંત્ર તેમજ માર્ગ મકાન વિભાગ ઉદાસીનતા ખંખેરે તેવી સમયની માંગ સાથે જનતામા આક્રોશ જોવા મળ્યો હતો અવિરત ચાલતા કામોને લઈ પ્રજા હાડમારી ભોગવી રહી છે જાહેરમાર્ગો પર અફરાતફરીમા કરાયેલા કામો પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય સમારકામ કરાતુ જેના કારણે પ્રજાજનોને હાલાંકી ભોગવવી પડી રહી છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x