રાજેશ ચાવડા ઈડર
ઈડર તાલુકામા બડોલીથી વડીયાવીર જતા ડામર રોડ ઉપર સમાન્ય વરસાદે પણ પાણી ભરાઈ રહેતા વાહનચાલકો-રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા ઉપર રોડના ભાગમા પાણી ભરાઈ રહેવાની સમસ્યા કાયમી છે. ત્યારે આ રોડના સત્તાવાળાઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ માવઠાના એક ઝાપટા બાદ પાણી ભરાયેલા છે એ જુએ અને એ માટે ઉપાય કરે એમ જનતા ઇચ્છી રહી છે.
આ રોડ ઉપર વીતેલા ચોમાસા દરમ્યાન સતત પાણી ભરાયેલા રહેતા આ વિસ્તારની જનતાએ ગ્રામ પંચાયત વહીવટદારને રજૂઆત કરતા ચોમાસા બાદ આ સમસ્યા નો નિકાલ કરવાની અધિકારીએ હૈયાધારણ આપી હતી પરંતુ ચોમાસા બાદ દિવાળી અને દિવાળી બાદ પણ કામ ના થતા ગુરુવારની રાત્રિ દરમિયાન પડેલા કમોસમી વરસાદના માવઠાએ તંત્રની પોલ ખોલી નાંખી છે અને તંત્રની ઉદાસીનાને લઈ લોકો અહીં પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે જનહિતના આ કાર્યમા
રસ દાખવી સત્વરે ગ્રામ્ય માર્ગ મકાન વિભાગ આ સમસ્યા નુ નિરાકરણ કરી આપે તેવી લોક માંગ ઉઠવા પામી છે
