અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બરવાલ તથા નાયબ પોલીસવડા ડીપી વાઘેલાની સૂચનાથી દારૂ જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર કડી દેખરેખ રાખવા આદેશ કરાયો છે જે અન્વયે બાયડ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ચાવડા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે સરકારી પુસ્તકાલયની પાછળ તબેલામાં ખુલી જગામાં વરલી મટકાનો જુગાર રમતો હોવાની માહિતી મળતા રેડ કરતા કિરીટભાઈ શનાભાઇ બારોટ નાનીબા સ્કૂલ પાછળ બાયડ આર્થિક ફાયદા સારું વરલી મટકાના આંક ફરકનો હારજીતનો જુગાર રમાડી રહ્યા હતા તેનેપકડી પાડતા જુગારના રોકડ નાણાં 10,650/ સાથે બે આરોપીઓને ઝડપી પાડી તેઓની વિરુદ્ધ બાયડ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીપકડાયેલ આરોપીઓમાં..(1) કિરીટભાઈ સનાભાઇ બારોટ બાયડ જીલ્લો અરવલ્લી(2) ફિરોજ ખાન ઉસ્માનખાન બલોચ રહેવાસી કસ્બા વિસ્તાર બાયડ જીલ્લો અરવલ્લી
