મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોએ કુટુંબ કબીલા સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા તેમજ ખેતરોમાં સ્મશાન ગૃહમાં તેમજ પશુઓ ચારવાની જમીનમાં જવાના રોડ બંધ કરી લેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેતરોમાં તોતિંગ વીજ પોલ નાખી ખેતરોને નુકસાન કરાતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે આઅંગે ડોક્ટરકંપાના અન્યાય પામેલા 100 જેટલા ખેડૂતોએ ખાનગી કંપનીના સોલર પ્લાન્ટ આગળ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો હાલમાં ખેતરોમાં જવાના રોડ રસ્તા ઉપર ટાવર ઉભા કરી તેમજ બાઉન્ડ્રી કરી દેવાઇ છે આઅંગે અગાઉ કલેક્ટરશ્રી તેમજ મામલતદાર શ્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતાં મીડિયા સમક્ષ રજૂઆત કરવા લાચાર બન્યા છે
