જાયન્ટ્સ મોડાસા પરીવાર તેમજ જલારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ સંયુક્ત ભેમાપુરા આશ્રમ શાળા મેઘરજ નેત્ર નિદાન અને રાહત દરે ચશ્મા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ભેમાપુર આશ્રમ શાળા ખાતે નેત્ર નિદાન કેમ્પ માં 162 દર્દીઓએ લાભ લીધો હતો તેમાંથી 22 વ્યક્તિઓને મેઘરજ ખાતે જલારામ હોસ્પિટલમાં નિશુલ્ક ઓપરેશન કરવામાં આવશે અન્ય દર્દીઓને રાહત દરે ચશ્મા અને નિશુલ્ક દવા પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ ના પી.આર. ઓ. ડો.બી.પી. બામણીયા આસિસ્ટન્ટ ડો.કુલદીપ નાઈ તેમજ અન્ય સ્ટાફ દ્વારા સેવા પૂરી પાડી હતી આજના આજના સેવા કાર્યક્રમ ના અધ્યક્ષ રામભાઈ પટેલ એ.એચ.પી. અરવલ્લી જિલ્લા અધ્યક્ષ ભેમાપુર આશ્રમશાળા ના મુખ્ય શિક્ષિકા જયાબેન પટેલ શિક્ષક કલ્પેશભાઈ પટેલ શિક્ષિકા ગીતાબેન તાભીયાડ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ અમિતાબેન સોલંકી જાયન્ટ્સ મોડાસા પરિવાર હાજર રહ્યો હતો
