ભિલોડા થી નારણપુર – નારસોલી કંપા સુધીનો રસ્તો બિસ્માર, સાંકળો રસ્તો પહોળો બનાવવા ખેડૂતો અને જાગૃત વાહન ચાલકોની પ્રબળ બળવત્તર માંગણીઅરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના હાર્દસમા નારણપુર – નારસોલી કંપા સુધીનો ખખડધજ રસ્તો બિસ્માર હાલત હોય ખેડૂતો સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ડામર રસ્તો સાંકળો હોય પહોળો બનાવવાની તાતી જરૂરિયાત છે.રસ્તાની આજુ-બાજુ ઝાંડી-ઝાંખરા અને બાવળોનું સામ્રાજ્ય વધ્યું હોય સફાઈની તાતી જરૂરિયાત ઉદભવી છે.સાંકળા ડામર રસ્તા પર સામે-સામે જ્યારે બે વાહનો ભેગા થાય ત્યારે ભયંકર મુસીબત સર્જાય છે.નારણપુર – નારસોલી ગ્રુપ ગ્રામ પંચાયત – સરપંચ – રજનીકાંતભાઈ ખરાડી, ડે. સરપંચ પ્રવિણભાઈ ઠાકોર, કરણભાઈ ઠાકોર સહિત જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે, જીલ્લા કક્ષાનામાર્ગ અને મકાન વિભાગ અને લાગતા – વળગતા વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓ મારફતે વહેલી તકે સમારકામ સંતોષકારક રીતે થાય તેમ ભિલોડા, નારણપુર, નારણપુર – નવી વસવાટ, નારસોલી, નારસોલીટાંડા સહિત નારસોલીકંપાના જાગૃત પ્રજાજનો, ખેડૂતો સહિત વાહન ચાલકો આશા સેવી રહ્યા છે.ખખડધજ ડામર રસ્તાનું સમારકામ સત્વરે સંતોષકારક રીતે નહીં થાય ગાંધી ચિંધ્યા માર્ગે જલદ્ આંદોલનના ભણકારા વાગી રહ્યા હોવાનું આધારભુત સુત્રો ધ્વારા જાણવા મળેલ છે.
