જાયન્ટ્સ મોડાસા તેમજ જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા બોર્ડ તેમજ જનરલ મીટીંગ નું આયોજન રત્નદીપ બાલમંદિર શાખામાં કરવામાં આવ્યું આ મિટિંગમાં સર્વાનુમતે વર્ષ 2025 ના જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખપદે પ્રદીપભાઈ ખંભોળજા ઉપપ્રમુખ રામભાઈ પટેલ તેમજ મુકુંદ સોની અને મંત્રીપદે વિનોદ ભાવસાર ની નિમણૂક કરવામાં આવી સાથે જાયન્ટ્સ મોડાસા સહિયરના પ્રમુખપદે અમિતાબેન સોલંકી ઉપપ્રમુખ દક્ષાબેન ભાવસાર મંત્રી છાયાબેન સોનીની સર્વાનુ મતે નિમણૂક કરવામાં આવી. આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના સલાહકાર અને જીવ દયા પ્રેમી નિલેશ જોષી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1 ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર ડીસ્ટ્રીકટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ તેમજ જાયન્ટ્સ મોડાસા પરિવારના જાયન્ટ્સ મિત્રો સહિયર બહેનો હાજર રહ્યા હતા વર્ષ 2024 પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તેમજ સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ એ વર્ષ દરમિયાન સર્વે સાથ સહકાર આપ્યો તે બદલ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નવા નીમાયેલા પ્રમુખોએ વર્ષ દરમિયાન જરૂરિયાત મંદોની જરૂરીયાત પૂરી પાડીશું તેમજ નવા વિઝન સાથે ખૂબ સારા સેવા કાર્યો કરીશું તેમ જણાવ્યું હતું
