માલપુરના જંગલમાં નીલગાય પર ફાયરિંગ
ફોરેસ્ટ વિભાગે 200 કિલો માસ સાથે આરોપી ઝડપ્યા માલપુર નગર તાલુકામાંથી છેલ્લા કેટલાક દિવસ સુધી તસ્કરીના બનાવો વધવા પામ્યા છે ત્યારે માલપુર તાલુકાના સવાપુર ગામે આવેલ જંગલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા નીલ ગાય ઉપર ફાયરિંગ કરી તેમનુ માસ લઇ ભાગતા બે જણાને પકડી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની ફોરેસ્ટ વિભાગને જાણ થતા ફોરેસ્ટ ટીમ પોલીસ તંત્ર સાથે સ્થળ પર આવી વધુ કાર્યવાહી હાથ ધરેલ હતી
તસ્કરો નીલ ગાયનો શિકાર કરી નીલગાયના અલગ અલગ ટુકડા કરી પોતાની કારમાં ભરી શિકારીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પરંતુ જંગલ વિસ્તારમાંથી નાસી છૂટેલા આ શિકારીઓ રસ્તો ભૂલી જતા રઘવાયા બન્યા હતા અચાનક સેન્ટ્રો કારનું ટાયર બ્લાસ્ટ હતા માલપુર થી મેઘરજ જવાના રોડ ઉપરથી મોડાસા ફરેડી પાસે પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સેન્ટ્રો કારમાં નીલગાયના ટુકડા કરી 200 કિલો માંસ ભરી નાસી છૂટેલા બંને શિકારીઓ આતિફ ઇમ્તિયાઝ કુરેશી ઉંમર વર્ષ 26 કેફ મોહમ્મદ આલમ કુરેશી ઉંમર વર્ષ 19 નેઆર.એફ.ઓ જ્યોત્સનાબેન ડામોર અને તેમની ટીમે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી તેમને જેલ હવાલે કરવામાં આવેલ છે.
