ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લા યોગ સ્નેહ મિલન અને યોગ સંવાદ તારીખ 30/ 11/ 2024 શનિવાર ના રોજ મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ ઝોન કો ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન તેમજ અતિથિ વિશેષ દેવરાજ ધામના મહંત શ્રી ધનગીરી મહારાજ, અતિથિ ઝોન કોર્ડીનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી, ઝોન કોર્ડીનેટર ઇન્પેક્શન ઉમંગભાઇ સુતરીયા, ચામુંડા માતાજી મંદિર પ્રમુખશ્રી ઈશ્વરચંદ્ર ભાવસાર, જલારામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પારેખ, લોક વિજ્ઞાન શિક્ષણ કેન્દ્ર નિયામક શ્રી ચંદનબેન, ખડાયતા સમાજના આગેવાન વી .સી શાહ, રામાણી બ્લડ બેન્ક ના નવીનભાઈ પટેલ, યોગકોચ રાજેશભાઈ પટેલ, લેઉઆ શકુંતલાબેન, સુનિલભાઈ વાળંદ, પાયલબેન વાળંદ તથા પટેલ પ્રિયંકાબેન હાજરી આપી હતી. અરવલ્લી જિલ્લાના 500 થી વધુ યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બોર્ડ ના યોગ સેવક ચેરમેન શીશ પાલ સાહેબ શ્રી ઓનલાઈન ના માધ્યમ દ્વારા સ્નેહ મિલનમાં તમામનું હાર્દિક સ્વાગત તથા યોગમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક આહાર અને પ્રાકૃતિક ખેતી વિશે પણ દરેકને જાગૃત કરવામાં આવ્યા હતા. યોગ કોચ રાજેશભાઈ પટેલ, લેઉઆ શકુંતલા બેન, પ્રિયંકાબેન પટેલ ના યોગ ટ્રેનર, યોગ સાધક હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..તમામ મહેમાનો નું ઢોલ નગારાં તથા પુષ્પ વર્ષા થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
