..અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામના વતની ભદ્રાવ્યું કુમાર નવીનભાઈ વાળંદ(BSF) પરીક્ષામાં પાસ થયા હતા આજરોજ 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન સાઠંબા પરત આવતા. તેથી પરિવાર તથા ગ્રામ જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ભદ્રાવ્યું કુમાર વાળંદ નું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરી સાઠંબા ગામમાં વરઘોડો કાઢી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા વાળંદ સમાજના આગેવાનો અને ગામના યુવાનો અને વડીલોએ પણ સ્વાગત કર્યું હતું.ભદ્રાવ્યું કુમાર નવીનભાઈ વાળંદ એ પરીક્ષા પાસ કરી સાઠંબા ગામનું થતાં વાળંદ સમાજ નું ગૌરવ વધારતા સમાજના અને ગામના આગેવાનો એ તેમને અભિનંદન પાઠવ્યા હતા…
