માલપુર મોડાસા રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાં એક બાજુ એમ ડી પટેલ શૈક્ષણિક સંકુલ જેમાં 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે સામેની બાજુએ પરિશ્રમ વિદ્યાલય આવેલ છે જેમાં 800 ની સંખ્યામાં નાના મોટા ભૂલકાઓ અભ્યાસ કરે છે તેમજ આસપાસ ત્રણ ગામો આવેલા હોય ખેડૂતો તથા લોકો બળદગાડા તેમ જ હળ લાકડા લઈ ખેતરમાં અવરજવર કરવા માટે રોડ ક્રોસ કરવો પડતો હોય છે જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને નિર્દોષોના જીવ પણ જતા હોય છે તાજેતરમાં બે બાઈક સવાર યુવકના અકસ્માતે મોત નિપજેલ હતા આથી તાત્કાલિક ધોરણે રોડની બંને બાજુએ બમ્પ સ્પીડ બ્રેકર મુકવાની રજૂઆત સાથેનું આવેદનપત્ર અરવલ્લી જિલ્લા સમાહર્તા પ્રશસ્તિ પારીકને એમડી પટેલ શૈક્ષણિક સંકુલ તખતપુરના સંચાલક મહેશભાઈ ડી પટેલએ આપી રજૂઆત કરેલ હતી.
