Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા નગરપાલિકા અને આર એન્ડ બી તંત્રના વાકે મેઘરજ રોડ ઉપર ચક્કાજામ.

મોડાસા નગરપાલિકા અને આર એન્ડ બી તંત્રના વાકે મેઘરજ રોડ ઉપર ચક્કાજામ.

.મોડાસા નગરના મેઘરજ માર્ગે રોડ બનાવવાની કામગીરી પાછલા પાંચેક માસથી ચાલી રહેલ છે ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરી તથા કોન્ટ્રાક્ટરની બેદરકારી અને તંત્રની આળસની નીતિને કારણે દ્વિ-માર્ગી રોડ આજકાલ સિંગલ પટ્ટી રોડ બની ગયો છે આ માર્ગ રાજસ્થાન મેઘરજ તરફ જવા માટેનો મુખ્ય માર્ગ તથા નગરના પોશ વેપારી વિસ્તાર અને રહેણાક વિસ્તાર હોવાથી રોજિંદા નાના-મોટા હજારો વાહનો આ માર્ગેથી અવરજવર કરે છે આજકાલ લગ્ન સિઝન હોવાથી આ રોડ પર મોટા બે પાર્ટી પ્લોટ આવેલા હોવાના કારણે વાહનોનો ટ્રાફિક વધવા પામ્યો છે ત્યારે સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે વાહનોની બે કિલોમીટર લાઈનો આગળ પાછળ થઈ જાય છે જવાબદાર ટ્રાફિક પોલીસ અને અને મોડાસા ટાઉન પોલીસની ગેરહાજરીના કારણે ટ્રાફિકની સમસ્યા ભારે વિકેટ બનેલ છે આ કાયમી સમસ્યાથી કંટાળી આ રોડ પર આવેલા રહીશોએ ચક્કાજામ કરેલ છે ભાજપના પદાધિકારીઓની આંખ આડા કાન કરવાની પ્રવૃત્તિથી લોકો તથા કાર્યકરોમાં ભારે આ અસંતોષ ફેલાયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x