હિંગરાજ ક્રેડિટ કો-ઓપરેટીવ બેંકની મિટિંગમાં તાજેતરમાં ઓધારી મંદિર ખાતે સમાજની જનરલ સભામાં મોડાસા પ્રદેશ ભાવસાર સમાજના પ્રમુખ તરીકે પ્રકાશચંદ્ર ઈશ્વરલાલ ભાવસાર મંત્રી તરીકે મહેશકુમાર વિઠ્ઠલદાસ ભાવસાર તથા ખજાનચીમાં ધર્મેન્દ્રભાઈ નારાયણદાસ ભાવસારની વરણી થયેલ જેઓ હિંગળાજ મંડળીના ડિરેક્ટરપદે હોવાથી તેઓને બેંકની મિટિંગમાં પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસા પ્રદેશ ભાવસારની કારોબારીમાં મંડળીના ડિરેક્ટરો પૈકી ચેરમેન જગદીશચંદ્ર ભાવસાર વાઇસ ચેરમેન મેહુલ ભાવસાર એમડી હિમાંશુ ભાવસાર ડિરેક્ટરોમાં વિનોદ ભાવસાર અનિલ ભાવસાર પ્રકાશ ભાવસાર( પ્રેસવાળા) નો સમાવેશ કરાતા તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
