મોડાસામાં આવેલ મધુરમ સ્વીટ માર્ટ નામની દુકાનમાંખાદ્ય ચીજો હલકી ગુણવત્તાવાળી અને વાસ મારતીહોવાની ફરિયાદ ઉઠતાં અરવલ્લી જિલ્લા ફૂડએન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી પઅલગ અલગખાદ્ય ચીજોના નમૂના લઈ સેમ્પલ અર્થે પરીક્ષણમાંમોકલાવતા અન્ય અન્ય મીઠાઈના લે ભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મધુરમ સ્વીટ નામની દુકાનમાં વેચાણ થઈ રહેલી ખાદ્ય ચીજો હલકી ગુણવત્તાવાળી અને વાસ મારતી હોવાની ફરિયાદ ઉઠતાં અરવલ્લી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સોમવારે મધુરમ સ્વીટમાં અચાનક દરોડા પાડીને શક્કરપારા,ફૂલવડી જેવી જુદી જુદી ખાદ્ય ચીજોના પાંચ જેટલા અલગ અલગ નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલાયાહતા અને મીઠાઈ બનાવતા લોકોને અને ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ કરવા વિભાગ દ્વારાસૂચના અપાઇ હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી બી.એમ.ગણાવાએ જણાવ્યું હતું મોડાસામાં આવેલ કેટલીક મીઠાઈઓના વેપારીઓ હલકી ગુણવત્તાની મીઠાઈનું વેચાણ કરી આરોગ્ય સામે ખતરો ઉભા થાય તેવું કાર્યકર્તા હોવાની રજૂઆત મળતાં ગાંધીનગર વિભાગ દ્વારા મોડાસામાં મીઠાઈઓની દુકાનોમાંથી તેમજ મધુરમ સ્વીટ નામની દુકાનમાંથી અલગ અલગ મીઠાઈના નમૂના લેવાયા છે. જે નમૂનાનું પરીક્ષણ અર્થે મોકલાયા છે. સેમ્પલ ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.