માલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા દ્વારા પારુલ આયુર્વેદિક હોસ્પિટલ ના સહયોગ થી માલપુર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પંચકર્મ, સ્ત્રી રોગો, બાળરોગો, આંખ ના રોગો અને સર્જરી માટેની સગવડો ઉપલબ્ધ હતી. કેમ્પમાં દાખલ કરાયેલા દર્દીઓને પારુલ હોસ્પિટલે પહોંચાડવા માટે મફત બસ સુવિધા માટે ની વ્યવસ્થા કરાઈ હતી.જરૂરિયાત દર્દીઓને નિ:શુલ્ક દવાઓ આપવા માં આવી હતી. કેમ્પમાં 320 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સનાતન પરિવાર અધ્યક્ષ હર્ષુ પંડ્યા, માલપુર વેપારી અગ્રણી વસંતભાઈ શેઠ, રમેશભાઈ સોની, પરીક્ષિત ગોર, સચિન કડીયા, રોનક સોલંકી તેમજ નવયુવાનોની ટીમ ઉપસ્થિત રહી હતી..માલપુર ગ્રામજનો વતી શિવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
