Monday, June 9, 2025
spot_img
HomeBusinessસેન્સેક્સ 2303 પોઈન્ટ ઉછળીને 74382

સેન્સેક્સ 2303 પોઈન્ટ ઉછળીને 74382

– નિફટી સ્પોટ ૭૩૬ પોઈન્ટ ઉછળીને ૨૨૬૨૦ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડોએ મોટી ખરીદી કરી :

– FPIની કેશમાં રૂ.૫૬૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૫૫૫ કરોડની ખરીદી

Updated: Jun 6th, 2024

સેન્સેક્સ 2303 પોઈન્ટ ઉછળીને 74382

મોદીને નીતિશ અને નાયડુના સપોર્ટનો સ્પષ્ટ વિશ્વાસ

મુંબઈ : લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપને સ્પષ્ટ બહુમતીના નહીં મળતાં સાથી પક્ષોના સથવારે એનડીએની સરકાર બનવાની મજબૂરીના આવતાં ગઈકાલે રોકાણકારો માટે મંગળવાર અમંગળ બની શેરોમાં રેકોર્ડ ધબડકો બોલાઈ ગયા બાદ આજે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગે બાઉન્સ બેક થયું હતું. એનડીએના પ્રમુખ સાથી પક્ષો ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી અને નીતિશ કુમારના જેડીયુ દ્વારા નરેન્દ્ર મોદીને સપોર્ટનો સ્પષ્ટ વિશ્વાસ આપતાં હવે એનડીએની હેટ્રિક સરકાર નક્કી બનતાં શેરોમાં યુ-ટર્ન સાથે ફંડોએ ઘટાડે લાવલાવ કરી મૂકી હતી. ખાસ બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરો સાથે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ,  મેટલ-માઈનીંગ, હેલ્થકેર, એફએમસીજી શેરોમાં આક્રમક ખરીદી થતાં અને ઓઈલ-ગેસ, પાવર, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની તેજીએ સેન્સેક્સે ફરી ૭૪૦૦૦ની સપાટી કુદાવી અંતે ૨૩૦૩.૧૯ પોઓઈન્ટ ઉછળીને ૭૪૩૮૨.૨૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ફરી ૨૨૫૦૦ની સપાટી પાર કરી અંતે ૭૩૫.૮૫ પોઈન્ટની છલાંગે ૨૨૬૨૦.૩૫ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૨૨૫૨ ઉછળ્યો 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૫૧.૯૭ પોઈન્ટ ઉછળીને ૫૫૮૨૯.૦૫ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦૭.૯૫ ઉછળીને રૂ.૧૫૦૦.૭૦, ફેડરલ બેંક રૂ.૧૧.૯૦ વધીને રૂ.૧૬૬.૪૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૪.૭૮ વધીને રૂ.૭૭.૩૨, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૫.૭૫ વધીને રૂ.૬૬૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮૦.૧૫ વધીને રૂ.૧૭૧૮.૭૫, એક્સિસ બેંક રૂ.૫૨.૮૦ વધીને રૂ.૧૧૮૪.૬૦, એચડીએફસી બેંક રૂ.૬૮.૫૫ વધીને રૂ.૧૫૫૧.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૧૧.૨૫ વધીને રૂ.૨૫૯.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૫.૫૦ વધીને રૂ.૧૧૦૮.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૪૫ વધીને રૂ.૭૮૯.૬૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં શોર્ટ કવરિંગ 

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગે આક્રમક તેજી જોવાઈ હતી. અશોક લેલેન્ડ રૂ.૧૬.૨૫ વધીને રૂ.૨૨૪.૧૦, મધરસન સુમી રૂ.૧૦.૧૦ વધીને રૂ.૧૫૧.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૩૬૧.૨૫ વધીને રૂ.૫૬૭૩.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬૭.૨૦  વધીને રૂ.૨૭૪૨.૬૫, ટીવીએસ મોટર રૂ.૧૪૦.૬૦ વધીને રૂ.૨૩૫૧.૮૦, એમઆરએફ રૂ.૬૦૦૪ વધીને રૂ.૧,૨૭,૮૩૭.૬૦, બોશ રૂ.૧૨૫૨.૫૦ વધીને રૂ.૩૦,૮૨૪, અપોલો ટાયર્સ રૂ.૧૭.૩૦ વધીને રૂ.૪૬૮.૫૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૩  વધીને રૂ.૩૩૬૪.૫૦, બજાજ ઓટો રૂ.૨૯૧.૪૫ વધીને રૂ.૯૫૫૭.૧૦, મારૂતી સુઝુકી રૂ.૩૬૫.૫૫ વધીને રૂ.૧૨,૪૮૬.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૬૯.૦૫ પોઈન્ટ ઉછળીને ૫૫૦૦૨.૭૪ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સની ૧૬૩૫ પોઈન્ટની છલાંગ

મેટલ-માઈનીંગ શેરો પણ આંચકા પચાવી આજે શોર્ટ કવરિંગ સાથે ફંડોના વેલ્યુબાઈંગે ઝડપી ઉંચકાયા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૬૩૫.૩૩ પોઈન્ટ ઉછળીને ૩૨૧૨૦.૫૩ બંધ રહ્યો હતો. સેઈલ રૂ.૧૨.૩૫ વધીને રૂ.૧૪૫.૫૫, હિન્દાલ્કો રૂ.૪૭.૯૫ વધીને રૂ.૬૯૪.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧૦.૪૦ વધીને રૂ.૧૬૯.૨૦, વેદાન્તા રૂ.૨૪ વધીને રૂ.૪૪૧.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪૪.૭૦ વધીને રૂ.૧૦૦૪, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૮૭૮.૩૫, કોલ ઈન્ડિયા રૂ.૧૮.૪૫ વધીને રૂ.૪૬૦.૪૦, એનએમડીસી રૂ.૭.૮૫ વધીને રૂ.૨૪૪.૬૦ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૮૫ ઉછળ્યો

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ ફરી વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૮૫.૩૫ પોઈન્ટ ઉછળીને ૩૫૫૭૭.૬૮ બંધ રહ્યો હતો. કોપરાન રૂ.૨૪.૬૦ વધીને રૂ.૨૩૩.૬૫, શિલ્પા મેડી રૂ.૪૬ વધીને રૂ.૪૮૮.૬૦, દિશમેન કાર્બોજેન રૂ.૧૩.૪૫ વધીને રૂ.૧૪૯.૮૦, જગસોનપાલ ફાર્મા રૂ.૨૫.૮૦ વધીને રૂ.૩૨૬.૨૫, ઈન્નોવા કેપટેબ રૂ.૩૮.૩૦ વધીને રૂ.૪૯૩.૫૫, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૬૪.૮૦ વધીને રૂ.૮૪૯.૧૫, શેલબી રૂ.૧૭.૮૦ વધીને રૂ.૨૬૧.૩૦, અસ્ટ્રાઝેનેકા રૂ.૩૭૪.૬૫ વધીને રૂ.૬૦૦૫.૪૫, સનોફી ઈન્ડિયા રૂ.૫૩૯.૨૦ વધીને રૂ.૯૧૪૭ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ ઈન્ડેક્સ ઉછળ્યા

સેન્સેક્સ, નિફટી બેઝડ બાઉન્સબેક સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં મોટી ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૯૭ અને ઘટનારની સંખ્યા ૧૨૨૧ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૩૧૯.૦૭ પોઈન્ટ ઉછળીને ૪૬૨૭૭.૫૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૭૯૭.૮૭ પોઈન્ટ ઉછળીને ૪૨૫૮૫.૯૭ બંધ રહ્યા હતા. હતી.

DIIની રૂ.૪૫૫૫ કરોડની  ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ,  એફઆઈઆઈઝની આજે  બુધવારે કેશમાં શેરોમાં રૂ.૫૬૫૬.૨૬  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૧,૦૧૨.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૬,૬૬૮.૯૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૫૫૫.૦૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૨૮,૬૧૫.૨૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૪,૦૬૦.૧૫ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૧૩.૨૩ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડે ફરી તેજી થતાં અને મોટું બાઉન્સ બેક થવાની સાથે સંખ્યાબંધ સ્મોલ, મિડ કેપના ઘણા શેરોમાં ખરીદી થતાં આજે રોકાણકારોની કુલ સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૩.૨૩  લાખ કરોડ વધીને રૂ.૪૦૮.૦૬ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x