Sunday, June 8, 2025
spot_img
HomeEntertainmentસૂરજ બડજાત્યાની ફિલ્મમાં પ્રેમ તરીકે સલમાનની જગ્યાએ કાર્તિક

સૂરજ બડજાત્યાની ફિલ્મમાં પ્રેમ તરીકે સલમાનની જગ્યાએ કાર્તિક

Updated: Jun 6th, 2024

સૂરજ બડજાત્યાની ફિલ્મમાં  પ્રેમ તરીકે સલમાનની જગ્યાએ કાર્તિક

– કાર્તિકને ફિલ્મની વાર્તા પસંદ પણ પડી 

– સલમાન સાથેની પ્રેમ કી શાદી પ્રોજેક્ટ અભેરાઈએ ચઢી ગયા બાદ કાર્તિકને લોટરી લાગી

મુંબઇ : સલમાન ખાનને પ્રેમ તરીકે ઈન્ટ્રોડયૂસ કરનારાં રાજશ્રી બેનર દ્વારા હવે નવા પ્રેમ તરીકે કાર્તિક આર્યનને રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. સૂરજ બડજાત્યા સલમાન સાથે ‘પ્રેમ કી શાદી’ ફિલ્મ બનાવવાના હતા પરંતુ સલમાનને સ્ક્રિપ્ટમાં વાંધા પડતાં આ ફિલ્મ કોરાણે મૂકાઈ ગઈ હતી. હવે કાર્તિકને નવેસરથી આ ફિલ્મ ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. 

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર સૂરજ અને  કાર્તિકની એક થી વધુ  મુલાકાતો થઈ ચૂકી છે. કાર્તિકને આ રોલ પસંદ પણ આવ્યો છે. 

સૂરજ બડજાત્યાને નવા જમાનાના રોમાન્ટિક હિરોની તલાશ છે અને તેમને લાગે છે કે કાર્તિક આ રોલમાં ફિટ બેસી શકે તેમ છે. 

જોકે, હાલ ફિલ્મની   સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. મોટાભાગે આગામી જુલાઈ પછી પ્રિ પ્રોડક્શન વર્ક શરુ થશે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x