અરવલ્લી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પૂર્વ પ્રમુખ અને આદિવાસી સમાજના હક અને અધિકારો માટે સતત અવાજ ઉઠાવનાર રાજેન્દ્ર પારઘીની નિમણૂંક કરાતાં સમગ્ર આદિવાસી સમાજ સહિત યુવાનોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદ, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ નિમણૂંક ને પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ આદિવાસી સમાજના આગેવાનોએ અનંત શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજેન્દ્ર પારઘીની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવામાં હંમૈશા અગ્રેસર રહ્યા હતા.વર્ષ-2005 માં તાલુકા પંચાયત સદસ્ય, જીલ્લા પંચાયત સદસ્ય અને પુર્વ પ્રમુખ અરવલ્લી જીલ્લા પંચાયત અને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ પદે અને કોંગ્રેસના સંગઠનમાં પણ જીલ્લા યુવક કોંગ્રસ પ્રમુખ પદે અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે પણ કામ કરે છે.
સમાજ હિતની વાત હોય કે, જનહિતની વાતમાં સદાય અગ્રેસર રહી સરકાર સામે અનેકવિધ સવાલો ઉઠાવતા રહે છે.આગામી સમયમાં આદિવાસી સમાજના વર્ષો જુના પડતર પ્રશ્નો, હક્ક અને અધિકાર માટે જલદ્ કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
