Monday, July 7, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી : જિલ્લા સેવા સદનમાં વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

અરવલ્લી : જિલ્લા સેવા સદનમાં વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

રાજ્યના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ એ શુક્રવારે અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમના હસ્તે જિલ્લા સેવા સદન ખાતે વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરી કમ ડેટારૂમનું ઉદ્ઘાટન કરાયું હતું. સેવા સદનમાં કાર્યરત મહિલાઓ અને નાના બાળકો ધરાવતી કર્મયોગી માતાઓ માટે ખાસ વાત્સલ્ય રૂમ તૈયાર કરાયો છે. આ રૂમમાં બાળકો માટે ઘોડિયા, રમકડાં, આરામદાયક સોફા, બાળકો માટે આકર્ષક દીવાલો સહિતની વ્યવસ્થાઓ કરાઇ છે.

આ વાત્સલ્ય રૂમ જિલ્લા સેવા સદનમાં કામ કરતા મહિલા અધિકારીઓ અને કર્મચારીઓને ઉપયોગી થાય એવા આશયથી ખુલ્લો મૂકાયો છે.અરવલ્લી જિલ્લાના વાંચનપ્રેમી અધિકારીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા સેવાસદન ખાતે લાઇબ્રેરી કમ ડેટા રૂમનું પણ આજે ઉદ્ઘાટન કરાયું હતું. આ લાઇબ્રેરી આગામી સમયમાં ડેટા સંકલિત કરવામાં અને જ્ઞાન મેળવવા અધિકારી – કર્મચારીઓને મદદરૂપ થશે. લાઇબ્રેરીમાં જિલ્લાની ઓળખ સંબંધી પુસ્તકો, મહેસૂલને લગતી માહિતી ધરાવતા પુસ્તકો, કાયદાકીય માહિતી ધરાવતા પુસ્તકો, સરકારી યોજનાકીય માહિતી સહિતના જ્ઞાનસભર પુસ્તકો ઉપલબ્ધ કરાયા છે.આ સાથે જ અધિક મુખ્ય સચિવ જયંતિ રવી જિલ્લામાં ચાલી રહેલી મહેસૂલી વિભાગની તાલીમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં હાજર તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરી મહેસૂલી પ્રક્રિયામાં મદદરૂપ તાલીમને વધુ ગુણવત્તાસભર બનાવવા અંગે સૂચન પણ મેળવ્યા હતા. આ ઉપરાંત તેમને જિલ્લા સેવા સદન ખાતે આવેલા રેકોર્ડ રૂમ, સ્કેનિંગ રૂમની પણ મુલાકાત કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x