શ્રી એમ.એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના અઘ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ બાયડ, મેઘરજ તાલુકાની વિવિધ શાળાના બાળકો સાથે પ્રેરણાત્મક પ્રવચન બાદ તમામ બાળકો માટે ગ્લુકોઝ બિસ્કિટસ્ ના પેકેટસ્ અને સામેરા મેઘરજ ની શાળા ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ડ્રેસ નુ વિતરણ વાલી સંમેલન યોજી વિતરણ કર્યું.

ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં 900 થી વધુ ચર્ચાઓ રાજ્ય અને રાજ્ય બહાર કરી, 28 લાખ થી વધુ Parle G બિસ્કિટસ્ સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા ડૉ.મનોજ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.