અરવલ્લી જિલ્લા મોડાસા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાખ ની મહિલાઓ દ્વારા શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ રત્નદીપ ના ચોઞાનમાં શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી જેમાં મહિલાઓ દ્વારા ગરબા ની સ્પર્ધા યોજવામાં આવી વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ જીવદયાપ્રેમી નિલેશ જોષી પ્રશાંત ઉપાધ્યાય હાજર રહી બ્રહ્મ સમાજની બહેનો અન્નપૂર્ણા બેન ત્રિવેદી હરીપ્રિયા બેન ઉપાધ્યાય નીતાબેન ગોર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની બિરદાવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજની બહેનો ઉપસ્થિત રહી ગરબાની ઉજવણી સાથે શરદપૂર્ણિમાના દૂધપૌવા નો પ્રસાદ લીધો હતો
